Exodus 34:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે મૂસાને કહ્યું, "પ્રથમના જેવી જ પથ્થરની બે શિલાપાટીઓ બનાવ. અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો લખેલા હતા, તે હું આ પાટીઓ પર લખીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મોશેને કહ્યું, “પહેલાંની શિલાપાટીઓ જેવી બે શિલાપાટીઓ ઘડી લાવ, અને તેં ભાંગી નાખેલી શિલાપાટીઓ પર જે લખાણ હતું તે હું આ પાટીઓ પર લખીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ મૂસાને કહ્યું, “પહેલીના જેવી બે શિલાપાટીઓ તારે માટે ઘડ; અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો હતા, તે હું આ પાટીઓ પર લખીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મૂસાને કહ્યું, “પ્રથમના જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવ, અને તારા વડે ભાંગી ગયેલી તકતીઓ ઉપર જે વચનો લખેલાં હતાં તે હું તેના પર લખીશ.