Exodus 34:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે કહ્યું, "જો, હું કરાર કરું છું. આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયાં ન હોય એવાં આશ્ચર્યકૃત્યો તારા સર્વ લોકોની આગળ હું કરીશ. જે લોકોમાં તું રહે છે તે બધા યહોવાહનું કામ જોશે, કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું ઇઝરાયલી લોકો સાથે કરાર કરું છું. આ પૃથ્વી પર કોઈપણ પ્રજામાં ન થયાં હોય એવાં મહાન કાર્યો હું આ લોકો સમક્ષ કરીશ. હું પ્રભુ કેવાં મહાન કાર્યો કરી શકું છું તે સર્વ લોકો જોશે; કારણ, હું તમારે માટે અજાયબ કાર્યો કરવાનો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ કહ્યું, “જો, હું કરાર કરું છું. આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયાં ન હોય એવાં આશ્વર્યકૃત્યો તારા સર્વ લોકની આગળ હું કરીશ; અને જે લોકોમાં તું રહે છે તે બધા યહોવાનું કામ જોશે; કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ કહ્યું, “જુઓ, હું અત્યારે જ તમાંરી સાથે આ કરાર કરનાર છું. અગાઉ પૃથ્વી પર કોઈ પણ દેશમાં ન થયા હોય તેવા ચમત્કારો હું કરીશ. તારા લોકો તે જોશે કે હું, દેવ ખૂબ મહાન છું. હું જે તારા માંટે અદભુત કાર્યો કરીશ, તે લોકો જોશે.”