Exodus 34:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું આજે તને જે આજ્ઞા આપું છું તે તું પાળ. જો હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરિઝીઓને, હિવ્વીઓને તથા યબૂસીઓને તારી આગળથી કાઢી મૂકું છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તમને આજે જે આજ્ઞાઓ આપું છું તેનું તમારે પાલન કરવાનું છે. હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરીઝીઓને, હિવ્વીઓને અને યબૂસીઓને તમારી આગળથી હાંકી કાઢીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું આકે તને જે આજ્ઞા આપું છું તે તું પાળ. જો, હું એમોરીઓને તથા કનાનીઓને તથા હિત્તીઓને તથા પરીઝીઓને તથા હિવ્વીઓને તથા યબૂસીઓને તારી આગળથી હાંકી કાઢું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કરારનો તારો ભાગ આ છે કે તું માંરી સર્વ આજ્ઞાઓને આધીન થા. પછી હું તમાંરી વચ્ચેથી અમોરી, કનાની, હિત્તી, પરિઝઝી, હિવ્વી અને યબૂસી લોકોને હાંકી કાઢીશ.