Exodus 34:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગધેડાના પહેલા વાછરડાને તું હલવાન વડે ખંડી લે, પણ જો તેને ખંડી લેવો ન હોય તો તું તેની ગરદન ભાંગી નાખ. તારા સર્વ પ્રથમજનિત દીકરાઓને તું ખંડી લે. અને મારી આગળ કોઈ ખાલી હાથે હાજર ન થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ પ્રત્યેક પ્રથમજનિત ગધેડું તમારે ઘેટાનું અર્પણ આપીને છોડાવી લેવું. જો તમે તેને એ રીતે મૂલ્ય ચૂકવી છોડાવી ન શકો તો તમારે તેની ગરદન ભાંગી નાખવી. પ્રત્યેક પ્રથમજનિત પુત્ર પણ તમારે મૂલ્ય આપીને છોડાવી લેવો. “મારી સમક્ષ આવનાર પ્રત્યેક જણે અર્પણ લીધા સિવાય આવવું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ગધેડાના પહેલા વછેરાને તું હલવાન વડે ખંડી લે. અને જો તેને ખંડી લેવો ન હોય તો તું તેનું ડોકું ભાંગી નાખ. તારા બધા પ્રથમજનિત દીકરાઓને તું ખંડી લે. અને મારી આગળ કોઈ ખાલી હાથે હાજર ન થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તમે ગધેડાના પ્રથમ બચ્ચાંને રાખવા માંગતા હોય તો તેને બદલે હલવાન આપીને તેને ખરીદી શકાય. જો તું તેને ખંડી લેવા ના ઈચ્છતો હોય તો તેની ડોક ભાંગી નાખવી, અને તારા બધા જ પ્રથમજનિત પુત્રોને તારે ખંડી લેવાના છે. ભેટ લાવ્યા વિના કોઈએ માંરી સમક્ષ ખાલી હાથે આવવું નહિ.