Exodus 34:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
છ દિવસ તારે કામ કરવું, પણ સાતમાં દિવસે તારે આરામ કરવો. ખેડવાના અને કાપણીના સમયે પણ તારે આરામ કરવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“છ દિવસ તમારે પરિશ્રમપૂર્વક તમારું કાર્ય કરવું પરંતુ સાતમે દિવસે તમારે કંઈ કાર્ય ન કરવું. જમીન ખેડવાના સમયે અથવા કાપણીના સમયે પણ તમારે સાતમે દિવસે કાર્ય કરવું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
છ દિવસ તારે ઉદ્યોગ કરવો, પણ સાતમે દિવસે આરામ લેવો. ખેડવાની વખતે ને કાપણીની વખતે પણ તારે આરામ લેવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“છ દિવસ તમાંરે ખેડવાનું કે વાવણીનું કામ કરવું. સાતમાં દિવસે વિશ્રામ કરવો. માંત્ર છ દિવસ કામ કરવું અને સાતમે દિવસે આરામ પાળવો.