Exodus 34:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારી સાથે કોઈ ઉપર ના આવે. તેમ જ પર્વત પર કોઈ માણસ દેખાય નહિ. તેમ જ પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે જાનવરો પણ ચરતાં હોવા જોઈએ નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઈ તારી સાથે ઉપર ન આવે; વળી, પર્વત પર કોઈ માણસ જોવા ન મળે; અને ઘેટાંબકરાં કે ઢોરઢાંક પણ પર્વતની તળેટીમાં ચરવા ન આવે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તારી સાથે કોઈ ઉપર ના આવે, તેમ જ આખા પર્વત પર કોઈ માણસ દેખાય નહિ; તેમ જ બકરાં કે ઢોર પર્વતની તળેટીમાં ન ચરે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારી સાથે કોઈએ ઉપર આવવાનું નથી. એટલું જ નહિ, પર્વત ઉપર કોઈ માંણસ નજરે પણ ચઢવો જોઈએ નહિ, અથવા તે પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે ઢોરઢાંખર પણ ચરતાં હોવા જોઈએ નહિ.”