Exodus 34:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે કહ્યું, "હે પ્રભુ યહોવા, જો હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવા અમારી મધ્યે ચાલે, કેમ કે આ લોકો તો હઠીલા છે. અમારો અધર્મ અને અમારાં પાપ માફ કરો અને અમોને તમારો વારસો કરી લો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે કહ્યું, “હે પ્રભુ, જો તમે મારા પર ખરેખર પ્રસન્ન થયા હો તો કૃપા કરીને અમારી સાથે ચાલો. આ લોકો તો હઠીલા છે; છતાં અમારી દુષ્ટતા અને અમારાં પાપોની ક્ષમા આપો, અને તમારા પોતાના લોકો તરીકે અમારો સ્વીકાર કરો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે કહ્યું, “હે યહોવા, જો હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવા અમારી મધ્યે ચાલે; કેમ કે આ લોક તો હઠીલા છે. અને અમારો અન્યાય તથા અમારું પાપ માફ કરો, ને અમોને તમારો વારસો કરી લો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે કહ્યું, “હે યહોવા, તમે કહો છો કે તમે માંરા પર પ્રસન્ન છો તે જો સત્ય હોય તો કૃપા કરી અમાંરી સાથે આવો. આ લોકો ગમે તેટલા હઠીલા હોય તો પણ તમે અમાંરો અધર્મ અને અમાંરાં પાપ માંફ કરો અને તમાંરાં પોતાના લોકો તરીકે અમાંરો સ્વીકાર કરો.”