Exodus 37:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે મેજ માટેનાં વાસણો, એટલે થાળીઓ, ચમચીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માટેના પ્યાલા શુદ્ધ સોનાનાં બનાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, મેજને માટે તેણે સોનાનાં પાત્રો બનાવ્યાં: થાળીઓ, વાટકા, બરણીઓ, દ્રાક્ષાસવના પેયાર્પણમાં વપરાતાં પ્યાલાં એ સર્વ શુદ્ધ સોનાનાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેણે મેજ પરની સામગ્રી, એટલે તેની થાળીઓ તથા તેની કડછીઓ તથા તેના વાટકા તથા રેડવા માટે ચોખ્ખા સોનાનાં પ્યાલાં બનાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે બાજઠને માંટેનાં વાસણો-રકાબીઓ, વાટકા, બરણીઓ અને પેયાર્પણ માંટેના વાટકા શુદ્ધ સોનાનાં બનાવ્યા.