Exodus 38:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે બાવળના લાકડામાંથી યજ્ઞવેદી બનાવી. તેની લંબાઈ પાંચ હાથ, તેની પહોળાઈ પાંચ હાથ તથા તેની ઊંચાઈ ત્રણ હાથ હતી અને તે ચોરસ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હોમબલિ ચડાવવા માટે તેણે બાવળના લાકડાની વેદી બનાવી. તે વેદી સમચોરસ હતી; તેની લંબાઈ 2.2.મીટર, પહોળાઈ 2.2 મીટર અને ઊંચાઈ 1.3 મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ બાવળના લાકડાની યજ્ઞ વેદી બનાવી. તેની લંબાઈ પાંચ હાથ તથા તેની પહોળાઈ પાંચ હાથ, એટલે તે ચોરસ હતી; અને તેની ઊંચાઈ ત્રણ હાથ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊચી ચોરસ યજ્ઞ માંટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી.