Exodus 38:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભરત ભરનારે બનાવેલો, ભૂરા, જાંબુડા, કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો. તેની લંબાઈ વીસ હાથ, પહોળાઈ પાંચ હાથ, એટલે આંગણાના પડદાઓના માપનો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસી રેસાનો બનાવેલો હતો અને તેના પર કુશળ કારીગરીનું ભરતકામ કરેલું હતું. આંગણાના પડદાની જેમ આ પડદો પણ 9 મીટર લાંબો અને 2 મીટર ઊંચો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આંગણાના દરવાજાનો પડદો ભરત ભરનારે બનાવેલો, નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો. અને તેની લંબાઈ વીસ હાથ, ને પહોળાઈમાં તેની ઊંચાઈ પાંચ હાથ, એટલે આંગણાના પડદાઓના માપનો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભૂરા, કિરમજી, તથા લાલ રંગના ઊનનો અને ઝીણા કાંતેલા શણનો હતો, તેના પર ભરતકામ કરેલું હતું. અને તે 20 હાથ લાંબો અને આંગણાને ફરતા પડદાની જેમ 5 હાથ ઊંચો હતો.