Exodus 38:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મંડપનો એટલે કે સાક્ષ્યમંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને માટે મૂસાના હુકમ પ્રમાણે હારુન યાજકના દીકરા ઇથામારની હસ્તક કરવામાં આવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ જ્યાં રાખવામાં આવી હતી તે મુલાકાતમંડપમાં વપરાયેલ ધાતુઓના પ્રમાણની આ નોંધ છે. એ તૈયાર કરવા માટે મોશેએ આજ્ઞા આપી હતી. આરોન યજ્ઞકારના પુત્ર ઈથામારની દોરવણી નીચે લેવી પુત્રોએ આ નોંધ તૈયાર કરી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મંડપનો એટલે કરારમંડપનો સામાન કે જે સર્વની ગણતરી લેવીઓની સેવાને માટે મૂસાના હુકમ પ્રમાણે હારુન યાજકના દીકર ઇથામારની હસ્તક કરવામાં અવી, તેની કુલ સંખ્યા એ પ્રમાણે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પવિત્ર તંબુ એટલે કે કરારકોશના તંબુના બાંધકામમાં વપરાયેલ વિવિધ ધાતુનો હિસાબ આ મુજબ છે. મૂસાએ એ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો, અને તે યાજક હારુનના પુત્ર ઈથામાંરના નિરીક્ષણ હેઠળ તૈયાર કરેલી હતી.