Exodus 38:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેને મદદ કરનાર દાનના કુળના અહીસામાખનો દીકરો આહોલીઆબ કોતરકામ કરનાર, નકશી કોતરનાર તથા બાહોશ કારીગર અને ભૂરા, જાંબુડા, કિરમજી ઊન તેમ જ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાનના કુળના અહિસામાખનો પુત્ર ઓહોલીઆબ તેનો મદદગાર હતો. તે શિલ્પી, બાહોશ કલાકાર અને બારીક અળસી રેસા તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાનું ભરતગૂંથણ કરનાર હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેની સાથે દાનના કુળના અહીસામાખનો દીકરો આહોલીઆબાબ હતો, તે નકશી કોતરનાર તથા બાહોશ કારીગર, તથા નીલ, તથા જાંબુંડા, તથા કિરમજી તથા ઝીણા શણનું ભરત ભરનાર હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેને મદદ કરનાર દાનના વંશના અહીસામાંખનો પુત્ર આહોલીઆબ કોતરકામ કરનાર, નવી ભાતો બનાવનાર, અને ભૂરા કિરમજી અને લાલ ઊન તેમજ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો.