Exodus 38:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાકીની એક હજાર સાતસો પંચોતેર શેકેલ ચાંદીમાંથી તેણે સ્તંભોના આંકડા બનાવ્યાં તથા તેમનાં મથાળાં મઢ્યાં તથા તેઓને સારુ સળિયા બનાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાકીની ચાંદીમાંથી બસાલએલે સ્તંભો માટેના સળિયા, કડીઓ અને તેમની ટોચ બનાવ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એક હજાર સાતસો ને પંચોતેર શેકેલ વડે તેણે સ્તંભોના આંકડા બનાવ્યા, તથા તેમનાં મથાળાં મઢયાં, તથા તેઓને માટે સળિયા બનાવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાકીની 50 પૌંડ ચાંદીમાંથી તેણે થાંભલીઓના આંકડા, તેમનાં મથાળાં અને દાંડીઓ બનાવી.