Exodus 39:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જામાની નીચેની બાજુએ દાડમ ભરેલાં હતાં. તે કાંતેલા શણના, ભૂરા, જાંબુડા તથા કિરમજી રંગના ભરતકામથી બનાવેલાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે ઝભ્ભાની નીચલી કોરની ફરતે ઝીણા કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાના દાડમ બનાવીને લગાડયાં. વળી, શુદ્ધ સોનાની ધૂઘરી બનાવીને એક દાડમ, એક ધૂઘરી એમ દાડમની વચ્ચે વચ્ચે ધૂઘરીઓ લગાડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ જામાના ઘેર પર નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનાં તથા કાંતેલા શણનાં દાડમ બનાવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જામાંની નીચેની બાજુએ દાડમ ભરેલાં હતાં. તે કાંતેલા શણના તથા ભૂરા તથા જાંબુડા તથા કિરમજી રંગના ભરતકામથી બનાવેલાં હતાં.