Exodus 39:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સોનાને ટીપીને બસાલેલે સોનાના પાતળાં પતરાં બનાવ્યાં અને તેને કાપીને તેના તાર બનાવ્યાં. આ તાર ભૂરા, જાંબુડા, કિરમજી રંગના કાપડમાં વણી લેવામાં આવ્યા. આ કાર્ય એક બહુ જ કુશળ કારીગરનું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઝીણા કાંતેલા અળસી રેસા સાથે તેમજ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા સાથે વણી શકાય તે માટે તેમણે સોનાનાં પાતળાં પતરાં ઘડીને તેમાંથી સોનાના તાર બનાવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેમણે સોનાનાં પાતળાં પતરાં ઘડીને તેમને કાપીને તેના તાર બનાવ્યા, એ માટે કે તેમને નીલ તથા જાંબુડા તથા કિરમજી તથા ઝીણા શણની સાથે નિપુણ કારીગરીથી વણે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સોનાને ટીપીને બઝાલએલે સોનાના પાતળાં પતરાં બનાવ્યાં. અને તેને કાપીને તેના તાર બનાવ્યા. આ તાર ભૂરા, જાંબુડા, અને કિરમજી રંગના કાપડમાં વણી લેવામાં આવ્યા. આ કાર્ય એક બહુ જ કુશળ કારીગરનું હતું.