Exodus 39:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આંગણાની ભીંતો માટેના પડદાઓ અને તેને લટકાવવા માટેનાં સ્તંભો તથા કૂંભીઓ, તેમ જ આંગણાના પ્રવેશદ્વાર માટેના પડદાઓ અને તેના સ્તંભો, દોરી અને ખીલાઓ, મુલાકાતમંડપમાં સેવા માટે વાપરવાનાં બધાં સાધનો લાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આંગણા માટેના પડદા, તેના સ્તંભો અને કૂંભીઓ; આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો અને તેનાં દોરડાં; મંડપ માટેના ખીલા, મુલાકાતમંડપમાં વપરાતાં સર્વ સાધનો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આંગણાના પડદા, તેના સ્તંભ, તથા તેની કૂંભીઓ, તથા આંગણાના દરવાજાનો પડદો, તેની દોરીઓ, તથા તેની ખીલીઓ, તથા મુલાકાતમંડપને માટે માંડવાની સેવાનાં સર્વ પાત્રો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આંગણાની ભીંતો માંટેના પડદાઓ, અને તેને લટકાવવા માંટેની થાંભલીઓ અને કૂભીઓ, તેમજ આંગણાંના પ્રવેશદ્વાર માંટેના પડદાઓ અને તેના સ્તંભો, દોરી અને ખીલાઓ તથા મુલાકાતમંડપમાં સેવા માંટે વાપરવાનાં બધાં સાધનો.