Exodus 39:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા સારુ તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો; જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે તે જ વસ્તુઓમાંથી ગૂંથેલો પટ્ટો બનાવ્યો અને તેને પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે એવી રીતે જોડયો કે તે એફોદ સાથે એકરૂપ થઈ જાય.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા માટે તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો, નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો, તથા ઝીણા કાંતેલા શણનો હતો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એના ઉપરનો કમરપટો પણ યહોવાએ મૂસાને આજ્ઞા કર્યા મુજબ એફોદના જેવી ન કારીગરીવાળો અને સોનેરી, જાંબુડિયા, કિરમજી અને લાલ ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો.