Exodus 39:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ન્યાયકરણ ઉરપત્રક એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માટે તેણે સોનાનું, ભૂરા, જાંબુડા, કિરમજીનું ઉન તથા ઝીણા કાંતેલા શણનું બનાવ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેમાંથી એફોદ બનાવવામાં આવ્યો હતો તે જ જાતના કાપડમાંથી તેમણે ઉરપત્ર બનાવ્યું; ઉરપત્રનું ભરતકામ પણ એફોદના જેવું જ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસાએ એફોદના જેવી બનાવટનું તથા નિપુણ કારીગરની કારીગરીનું ઉરપત્ર બનાવ્યું; એટલે સોનાનું, નીલ તથા જાંબુડા તથા કિરમજી તથા ઝીણા કાંતેલા શણનું [બનાવ્યું].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે ન્યાયકરણ ઉરપત્ર એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માંટે તેમણે સોનાના દોરા, જાબુંડિયા, કિરમજી, અને લાલ ઉન તથા ઝીણા કાંતેલા શણનો ઉપયોગ કર્યો.