Exodus 4:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી જો આ બે ચમત્કારો બતાવ્યા પછી પણ તેઓ તારી વાત ના સાંભળે, તો તું નાઈલ નદીમાંથી થોડું પાણી લઈને જમીન પર ઢોળજે, ત્યાં તે પાણી રક્ત થઈ જશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ આ બન્ને ચિહ્નોથી ય તેમને વિશ્વાસ ન બેસે અને તારું કહેવું ન માને તો તું નાઈલ નદીમાંથી થોડું પાણી લઈ કોરી જમીન પર રેડજે. તેં નદીમાંથી લઈને કોરી ભૂમિ પર રેડેલું પાણી રક્ત બની જશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જો તેઓ એ બે ચિહ્નોનો પણ ભરોસો નહિ કરે, તથા તારી વાણી નહિ સાંભળે, તો એમ થાય કે તું નદીનું પાણી લઈને કોરી ભૂમિ પર રેડશે; અને જે પાણી તું નદીમાંથી લઈશ તે કોરી ભૂમિ ઉપર રક્ત થઈ જશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને જો આ બે નિશાની પરચાઓ બતાવ્યા પછી પણ જો તેમને વિશ્વાસ ના બેસે અને તેઓ તારી વાત ના સાંભળે, તો તારે નાઈલ નદીમાંથી થોડું પાણી લઈને જમીન પર રેડવું જેથી તે લોહી થઈ જશે.”