Exodus 40:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માટે વેદી ગોઠવી અને તેના ઉપર બળેલાં દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ અર્પણ કરવા આ બધું તેણે યહોવાહની આજ્ઞા મુજબ કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તે પડદાની આગળ બલિદાન ચડાવવાની યજ્ઞવેદી મૂકી. તે વેદી પર તેણે દહનબલિ અને ધાન્ય-અર્પણો ચડાવ્યાં. તેણે એ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યજ્ઞવેદીને તેણે મુલાકાતમંડપના માંડવાના દરવાજાની પાસે મૂકી, ને તેની ઉપર તેણે દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવ્યાં; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પર અર્પણોને બાળવા માંટે વેદી ગોઠવી, અને તેના ઉપર બળેલાં દહનાર્પણ અને ખાધાર્પણ અર્પવા આ બધું તેણે દેવની આજ્ઞા મુજબ કર્યુ.