Exodus 5:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
લોકોની સાથે વાત કર્યા પછી મૂસા અને હારુને મિસરના રાજા ફારુન પાસે આવીને તેને કહ્યું, "ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે, 'મારા લોકોને મારે માટે પર્વ પાળવા સારુ અરણ્યમાં જવા દે.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારપછી મોશે અને આરોને ફેરો પાસે જઈને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યાહવે આ પ્રમાણે કહે છે: ‘મારા લોકોને મારા માનાર્થે રણપ્રદેશમાં પર્વ પાળવા જવા દે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી મૂસા તથા હારુને આવીને ફારુનને કહ્યું, “યહોવા ઇઝરાયલના ઈશ્વર એમ કહે છે, ‘મારા લોકને અરણ્યમાં મારે કાજે પર્વ પાળવા માટે જવા દે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
લોકોની સાથે વાત કર્યા પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. તેઓએ કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવા કહે છે, ‘માંરા લોકોને માંરા માંનમાં ઉત્સવ ઊજવવા રણમાં જવા દે.’”