Exodus 5:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી એ લોકોના મુકાદમોએ તેઓને જણાવ્યું કે, "ફારુને નિર્ણય કર્યો છે કે, તે ઈંટો પાડવા માટે તે તમને પરાળ નહિ આપે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી લોકોના ઇજિપ્તી મુકાદમો તથા ઇઝરાયલી ઉપરીઓએ ત્યાંથી જઈને લોકોને કહ્યું, “ફેરો આ પ્રમાણે કહે છે, ‘હું તમને પરાળ આપીશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને લોકોના મુકાદમોએ તથા તેઓના ઉપરીઓએ ત્યાંથી જઈને લોકોને કહ્યું, “ફારુન એમ કહે છે, ‘હું તમને પરાળ આપીશ નહિ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી એ લોકોના મુકાદમોએ અને મુખીઓએ લોકોની પાસે જઈને કહ્યું, “ફારુને નિર્ણય કર્યો છે કે, તે તમને લોકોને ઈંટો બનાવવા માંટે પરાળ નહિ આપે.