Exodus 5:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મુકાદમો ધમકી આપતા જ રહ્યા કે, "અગાઉ પરાળ મળતું હતું ત્યારે રોજનું જેટલું કામ કરતા હતા તેટલું જ કામ તમારે પૂરું કરવું પડશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મુકાદમો તેમને અવારનવાર તાકીદ કરવા લાગ્યા, “તમને પરાળ અપાતું હતું ત્યારે તમારે જેટલું કામ કરવાનું હતું તેટલું જ કામ તમારે પૂરું કરી આપવાનું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મુકાદમોએ તાકીદ કરતાં તેઓને કહ્યું, “પરાળ મળતું હતું ત્યારની જેમ તમારું કામ એટલે રોજની તમારી નીમેલી વેઠ બજાવો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મુકાદમો સખત કામ કરવા માંટે તાકીદ કરતા જ રહ્યા. “પહેલાં પરાળ મળતું હતું, ને રોજ જેટલું કામ કરતા હતા તેટલું જ તમાંરે પૂરું કરવું પડશે.