Exodus 5:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ફારુનના મુકાદમોએ ઇઝરાયલીઓ પર દેખરેખ માટે જે ઉપરીઓને નિયુક્ત કર્યા હતા તેઓને ખૂબ માર મારીને પૂછવામાં આવતું હતું કે, "જેટલી ઈંટો અત્યાર સુધી તમે પાડતા હતા તેટલાં પ્રમાણમાં અગાઉની માફક કેમ પૂરી કરતા નથી?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ફેરોના મુકાદમોએ ઇઝરાયલી ઉપરીઓને માર મારતાં કહ્યું, “તમે અત્યાર સુધી જેટલી ઈંટો પાડતા હતા તેટલી ઈંટો આજે અને કાલે કેમ પૂરી કરી નથી?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ફારુનના મુકાદમોએ ઇઝરાયલીઓ ઉપર ઠરાવેલા ઉપરીઓને માર મારતાં તેમને કહ્યું, “ઈંટો પાડવાની તમારી વેઠ તમે આજકાલ અગાઉની માફક કેમ પૂરી કરી નથી?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ફારુનના મુખીઓએ ઇસ્રાએલીઓ ઉપર જે મુકાદમો દેખરેખ રાખવા નિયુક્ત કર્યા હતા તેમને ખૂબ માંર માંરીને પૂછવામાં આવતું કે, ઈટો અત્યાર સુધી જેટલી બનાવતા હતા તેટલી આજકાલ અગાઉની જેમ કેમ પૂરી કરતા નથી?”