Exodus 5:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે અમને પરાળ આપવામાં આવતું નથી તેમ છતાં અમને કહેવામાં આવે છે કે પૂરતી ઈંટો પાડો; જરા જુઓ તો ખરા, અમને કેવો ત્રાસ આપવામાં આવે છે! ખરેખર, વાંક તો તમારા ઉપરીઓનો જ છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ તમારા સેવકોને પરાળ આપવામાં આવતું નથી અને છતાં અમને ઈંટો પાડવાનું કહેવામાં આવે છે. હવે તો અમને મારપીટ કરવામાં આવે છે, પણ વાંક તો તમારા લોકોનો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારા દાસોને પરાળ આપવામાં આવતું નથી, ને અમને એમ કહેવામાં આવતું નથી, ને અમને એમ કહેવામાં આવે છે કે, ઈંટો પાડો’ અને જો, તમારા દાસોને માર પડે છે; પણ વાંક તો તમારા લોકોનો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંરા સેવકોને પરાળ આપવામાં આવતું નથી તેમ છતાં અમને એમ કહેવામાં આવે છે કે ઈંટો પાડો; જરા જુઓ તો ખરા, તમાંરા સેવકોને કેવો માંર માંરવામાં આવે છે! ખરેખર, વાંક તો તમાંરા માંણસોનો છે.”