Exodus 5:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ મૂસા અને હારુનને કહ્યું, "તમે શું કર્યુ છે એ યહોવા ધ્યાનમાં લે અને તમને શિક્ષા કરે. કારણ તમે અમને ફારુનની અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને તેઓ અમને મારી નાખે તે માટે જાણે તમે તેઓના હાથમાં તલવાર આપી છે!"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉપરીઓએ તેમને કહ્યું, “પ્રભુ તમારાં કામ જોઈને તમને સજા કરો; કારણ, ફેરો તથા તેના અધિકારીઓની દૃષ્ટિમાં તમે અમને ધિક્કારપાત્ર બનાવ્યા છે અને અમને મારી નાખવા માટે તેમના હાથમાં તલવાર મૂકી છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ તેમને કહ્યું, “યહોવા તમારા ઉપર દષ્ટિ કરીને ન્યાય કરો. કેમ કે ફારુનની દષ્ટિમાં તથા તેમના સેવજોની દષ્ટિમાં તમે અમને ધિકકારપાત્ર કરી નાખ્યા છે, ને એમ કરીને અમને મારી નાખવા માટે તેઓના હાથમાં તરવાર આપી છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ મૂસા અને હારુનને કહ્યું, “તમે શું કર્યુ છે એ યહોવા જુએ અને તમને સજા કરે. કારણ તમે અમને ફારુન અને તેના સેવકોની નજરમાં તિરસ્કૃત બનાવી દીઘા છે; અને અમાંરી હત્યા કરવા માંટે તેઓને એક બહાનું આપી દીધું છે.”