Exodus 5:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી ધ્યાન રાખજો કે, અત્યાર સુધી તેઓ જેટલી ઈંટો બનાવતા આવ્યા છે એમાં ઘટાડો થવો જોઈએ નહિ. હવે એ લોકો આળસુ થઈ ગયા છે. તેથી બૂમો પાડે છે કે, અમને અમારા ઈશ્વરને યજ્ઞો કરવા જવા દો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છતાં આજ દિવસ સુધી તેઓ અગાઉ જેટલી ઈંટો પાડતા હતા તેટલી જ ઈંટો પાડવાની તેમને ફરજ પાડો; તેની સંખ્યામાં ઘટાડો કરશો નહિ. કારણ, તેઓ આળસુ છે અને એટલા જ માટે તેઓ પોતાના ઈશ્વર સમક્ષ યજ્ઞ કરવા જવા દેવાની મને વિનંતી કર્યા કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેઓ આજ સુધી જેટલી ઈંટો પાડતા હતા તેટલી જ ઈંટો પાડવાની તેમને ફરજ પાડો; તેમાંથી કંઈ કમી કરશો નહિ; કેમ કે તેઓ આળસુ છે; એટલે તેઓ પોકાર કરીને કહે છે, ‘અમારા ઈશ્વરની આગળ યજ્ઞ કરવા માટે અમને જવા દો.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ ધ્યાન રાખજો, અત્યાર સુધી એ લોકો જેટલી ઈંટો બનાવતા આવ્યા હતા તેટલી જ ઈંટો એમની પાસે બનાવડાવજો, એમાં ઘટાડો થવો જોઈએ નહિ, કારણ કે, હવે તે લોકો આળસુ થઈ ગયા છે. તેથી બૂમો પાડે છે કે, અમને અમાંરા દેવના યજ્ઞો કરવા અમને જવા દો.