Exodus 6:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ યહોવાહે મૂસા અને હારુન સાથે વાતચીત કરી. તેઓને આજ્ઞા કરી કે, "તમે મિસરના રાજા ફારુન પાસે જાઓ. અને તેને તાકીદ આપો કે ઇઝરાયલી લોકોને મિસરમાંથી મુક્ત કરે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મોશે તથા આરોનને આજ્ઞા કરી કે ઇઝરાયલીઓ અને ઇજિપ્તના રાજા ફેરોને જઈને કહો કે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કરવા મેં તમને આદેશ આપ્યો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે યહોવાએ મૂસાની તથા હારુનની સાથે વાત કરીને તેઓને ઇઝરાયલીઓ ઉપર તથા મિસરના રાજા ફારુન ઉપર એવું ફરમાન આપ્યું કે, ઇઝરાયલીઓને મિસર દેશમાંથી કાઢવા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યહોવાએ મૂસા અને હારુન સાથે વાતચીત કરી. દેવે તેમને આજ્ઞા કરી કે, તમાંરે મિસરના રાજા ફારુન પાસે જવું અને ઇસ્રાએલીઓને મિસર બહાર લઈ આવવા.