Exodus 7:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા. અને યહોવાહની આજ્ઞા પ્રમાણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ પોતાની લાકડી જમીન પર નાખી અને તે સાપ બની ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી મોશે તથા આરોન ફેરો પાસે ગયા, અને પ્રભુએ તેમને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું; આરોને પોતાની લાકડી ફેરો તથા તેના અમલદારો સમક્ષ જમીન પર ફેંકી, એટલે તે સર્પ બની ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને મૂસા તથા હારુન ફારુનની પાસે ગયા, અને યહોવાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે તેઓએ કર્યું, અને હારુને પોતાની લાકડી ફારુનની આગળ તથા તેના સેવકોની આગળ જમીન પર નાખી, એટલે તે સર્પ થઈ ગઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલા માંટે મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા, અને યહોવાની આજ્ઞા પ્રમાંણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ જમીન પર પોતાની લાકડી નાખી દીધી અને તે સાપ બની ગઈ.