Exodus 7:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"ફારુન આવે ત્યારે કહેજે કે, હિબ્રૂઓના ઈશ્વર યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે, મારા લોકોને મારું ભજન કરવા માટે અરણ્યમાં જવા દે; 'જો અત્યાર સુધી તેં યહોવા ની વાત કાને ધરી નથી.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું ફેરોને કહેજે, ‘હિબ્રૂઓના ઈશ્વર પ્રભુએ મને તમારી પાસે મોકલ્યો છે. તેમણે આમ કહ્યું છે: મારા લોકોને મારી સેવાભક્તિ કરવા રણપ્રદેશમાં જવા દે.’ પણ અત્યાર સુધી તમે સાંભળ્યું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેને કહે, ‘હિબ્રૂઓના ઈશ્વર યહોવાએ મને તમારી પાસે એમ કહેવા માટે મોકલ્યો છે કે, મારા લોકોને અરણ્યમાં મારી સેવા કરવા માટે જવા દે. અને જો, હજી સુધી તેં સાંભળ્યું નથી.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હિબ્રૂ લોકોના દેવ યહોવાએ મને તમાંરી પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા માંટે રણમાં જવા દે: જો અત્યાર સુધી તેં યહોવાની વાત કાને ધરી નથી.’