Exodus 7:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે યહોવા કહે છે કે, 'હું યહોવા છું. એની તમને ખબર પડી જશે. હવે હું મારા હાથમાંની લાકડી નાઈલ નદીના પાણી પર પછાડીશ એટલે સમગ્ર પાણી રક્ત થઈ જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો હવે પ્રભુ તમને જણાવે છે કે તે હવે જે કાર્ય કરવાના છે તે પરથી તે પ્રભુ છે એની તમને ખબર પડશે. હું મારા હાથમાંની આ લાકડી નાઇલનાં પાણી પર મારીશ એટલે પાણી રક્ત બની જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા એમ કહે છે, ‘આ ઉપરથી તું જાણીશ કે હું યહોવા છું. જો, હું આ મારા હાથમાંની લાકડી લઈને નદીનાં પાણી પર મારીશ, એટલે તે પાણી રક્ત થઈ જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે, યહોવા કહે છે કે, ‘હું યહોવા છું એની તમને આના પરથી ખબર પડી જશે. જો હું નાઈલ નદીના પાણી પર માંરા હાથમાંની લાકડી પછાડીશ એટલે તે લોહી થઈ જશે;