Exodus 7:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહે મૂસાને કહ્યું, "તું હારુનને કહે કે, તારી લાકડી હાથમાં લઈને મિસરનાં તમામ જળાશયો, નદીઓ, નહેરો અને તળાવો પર તારો હાથ ફેરવ એટલે તેમાંનુ બધું જ પાણી રક્ત બની જશે. અને સમગ્ર મિસર દેશમાં લાકડાંનાં અને પથ્થરનાં બધાં વાસણોમાંના પાણીનું પણ રક્ત થઈ જશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તું તારા હાથમાં લાકડી લઈને તેને ઇજિપ્તનાં પાણી પર, તેમની નદીઓ ઉપર, નહેરો ઉપર, તેમનાં તળાવો ઉપર અને તેમનાં સર્વ જળાશયો ઉપર લંબાવ, એટલે એમનાં બધાં પાણી, અરે, સમગ્ર ઇજિપ્ત દેશમાંનાં લાકડાંનાં તેમ જ પથ્થરનાં તમામ પાત્રોમાંનું પાણી રક્ત બની જશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોબઅએ મૂસાને કહ્યું, “હારુનને કહે, ‘તું તારી લાકડી લઈને મિસરનાં પાણી પર, તેઓનાં નાળાં ઉપર તથા તેઓની નદીઓ ઉપર તથા તેઓનાં તળાવો ઉપર તથા તેઓનાં સર્વ જળાશયો ઉપર તારો હાથ લાંબો કર, ’ એ માટે કે તેઓ રક્ત થઈ જાય. અને આખા મિસર દેશમાં લાકડાનાં વાસણોમાં તેમ જે પથ્થરનાં વાસણોમાં તે રક્ત થઈ જશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું હારુનને એમ કહે કે, તારી લાકડી લઈને મિસરનાં તમાંમ જળાશયો પર, નદીઓ ઉપર, નહેરો અને તળાવો ઉપર તારો હાથ ફેલાવ એટલે તે બધું જ પાણી લોહી બની જાય. અને સમગ્ર મિસર દેશમાં લાકડાના અને પથ્થરનાં બધાં વાસણોમાં પણ પાણીનું લોહી થઈ જશે.”