Exodus 7:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી મૂસા અને હારુને યહોવાહે આપેલી આજ્ઞાનું પાલન કર્યું. હારુને ફારુન અને તેના અમલદારોના દેખતાં લાકડી વડે નાઈલના પાણી પર પ્રહાર કર્યો. તેથી તેમાંનું બધું જ પાણી રક્ત થઈ ગયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોશે અને આરોને પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું, ફેરો તથા તેના અમલદારોના દેખતાં આરોને લાકડી ઊંચી કરીને નાઇલ નદીના પાણી પર મારી, એટલે નાઇલનું બધું જ પાણી રક્ત બની ગયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જેમ યહોવાએ આજ્ઞા કરી તેમ મૂસા તથા હારુને કર્યું; અને તેણે લાકડી ઊંચી કરીને ફારુનના જોતાં તથા તેના સેવકોના જોતાં નદીનાં પાણી પર મારી, એટલે નદીનાં તમામ પાણી રક્ત થઈ ગયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલા માંટે મૂસા અને હારુને યહોવાની જેવી આજ્ઞા હતી તે પ્રમાંણે કર્યું. હારુને ફારુન અને તેના અમલદારોના દેખતા લાકડી ઉપાડીને નાઈલના પાણી પર પ્રહાર કર્યો. અને બધું જ પાણી લોહી થઈ ગયું.