Exodus 7:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નદીમાંની બધી માછલીઓ મરી ગઈ. અને નદીમાંથી દુર્ગંધ પ્રસરવા લાગી. અને મિસરના લોકો માટે નદીનું પાણી પીવા લાયક રહ્યું નહિ. સમગ્ર મિસરમાંનું તમામ પાણી રક્ત થઈ ગયું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે નાઇલ નદીમાંનાં બધાં માછલાં મરી ગયાં અને નદીનું પાણી દુર્ગંધ મારવા લાગ્યું. ઇજિપ્તના રહેવાસીઓ નાઇલ નદીનું પાણી પી શકાયા નહિ. આખા ઇજિપ્ત દેશમાં રક્ત જ રક્ત થઈ રહ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને નદીનાં માછલાં મરી ગયાં. અને નદીનું પાણી પી શકયા નહિ; અને આખા મિસર દેશમાં લોહી લોહી થઈ રહ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નદીમાં બધી માંછલીઓ મરી ગઈ અને નદીમાંથી દુર્ગંધ આવવા લાગી. અને મિસરના લોકો માંટે નદીનું પાણી પીવા માંટે નકામું થઈ ગયું. સમગ્ર મિસરમાં લોહી થઈ ગયું.