Exodus 8:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મૂસાએ હારુનને કહ્યું, હારુને હાથમાં લાકડી લઈને જમીનની ધૂળ પર પ્રહાર કર્યો, એટલે સર્વત્ર ધૂળની જૂ થઈ ગઈ. અને તે જુઓ માણસો અને જાનવરો પર છવાઈ ગઈ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આરોને હાથમાં લાકડી લઈને ધરતીની ધૂળ પર પ્રહાર કર્યો એટલે આખા ઇજિપ્તની બધી જ ધૂળ જૂ બની ગઈ અને માણસો અને ઢોરઢાંકને જૂઓ પડી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓએ તે પ્રમાણે કર્યું. અને હારુને લાકડી લઈને પોતાનો હાથ લાંબો કરીને ભૂમિની ધૂળ પર મારી, એટલે માણસોને તથા ઢોરઢાંકને જૂઓ પડી; આખા મિસર દેશમાં ભૂમિની તમામ ધૂળની જૂઓ થઈ ગઈ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે તે પ્રમાંણે કર્યુ; અને હારુને લાકડી લઈને પોતાનો હાથ ઊચો કરીને જમીનની ધૂળ પર પ્રહાર કર્યો, એટલે સર્વત્ર ધૂળની જૂ થઈ ગઈ. અને તે જૂઓ માંણસો અને ઢોરઢાંખર પર છવાઈ ગઈ.