Exodus 8:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ દ્વારા એવું જ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓને નિષ્ફળતા મળી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જાદુગરોએ પણ પોતાના મંત્રતંત્ર વડે જૂઓ પેદા કરવા પ્રયાસ કર્યો, પણ તેમ કરી શકાયા નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને જાદુગરોએ પણ તેઓના મંત્રતંત્ર વડે જુઓ પેદા કરવાનું કર્યું, પણ તેઓ કરી શક્યા નહિ. અને માણસોને તથા ઢોરઢાંકને જુઓ પડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મિસરના જાદુગરોએ પોતાના જંતરમંતરનો ઉપયોગ કર્યો અને એવું જ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જાદુગર ધૂળમાંથી જૂઓ બનાવી શકયા નહિ. અને મનુષ્યો તથા ઢોરઢાંખર પર જૂઓ છવાઈ ગઈ.