Exodus 8:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે જાદુગરોએ ફારુનની આગળ કબૂલ કર્યું કે, આ તો ઈશ્વરની શક્તિથી જ બનેલું છે. પરંતુ ફારુને તેઓને સાંભળ્યા નહિ, તે હઠીલો જ રહ્યો. યહોવાહે કહ્યું હતું એ જ પ્રમાણે ફારુન વર્ત્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ, માણસો અને ઢોરઢાંકને જૂઓનો ત્રાસ થયો. ત્યારે જાદુગરોએ ફેરોને કહ્યું, “આ તો ઈશ્વરનું કામ છે.” તો પણ પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે તેમનું માન્યું નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે જાદુગરોએ ફારુનને કહ્યું, “એમાં તો ઈશ્વરની આંગળી છે.” અને યહોવાના કહ્યા પ્રમાણે ફારુનને હ્રદય હઠીલું થયું, ને તેણે તેમનું માન્યું નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલા માંટે જાદુગરોએ ફારુનને કહ્યું કે, દેવની શક્તિથી જ આ બન્યું છે. પરંતુ ફારુને તેમને સાંભળ્યા નહિ અને હઠીલો જ રહ્યો. જેવું યહોવાએ કહ્યું હતું બરાબર એ જ પ્રમાંણે થયું.