Exodus 8:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે મૂસાને કહ્યું, "તું ફારુન પાસે જજે. ફારુન સવારે નદી કિનારે ફરવા નીકળે ત્યારે સવારે વહેલો ઊઠીને તેની રાહ જોઈ ત્યાં ઊભો રહેજે. અને તે આવે ત્યારે કહેજે કે, યહોવા એવું કહે છે કે, 'મારા લોકોને મારું ભજન કરવા જવા દે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પ્રભુએ મોશેને કહ્યું, “તું સવારે વહેલો ઊઠીને ફેરો નદીએ જાય ત્યારે ત્યાં તેની રાહ જોજે. તેને કહેજે, ‘પ્રભુ આમ કહે છે: મારા લોકને મારી સેવાભક્તિ કરવા જવા દે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ મૂસાને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફારુનની આગળ ઊભો રહેજે. જો, તે ઘાટ ઉપર જવાનો છે. અને તેને કહે, ‘યહોવા એમ કહે છે કે, મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ મૂસાને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફારુન પાસે જા, ફારુન નદી કિનારે ફરવા નીકળે ત્યારે તેની રાહ જોઈને ત્યાં ઊભો રહેજે. અને તેને કહેજે કે, યહોવા એમ કહે છે કે, ‘માંરા લોકોને માંરી ઉપાસના કરવા જવા દે.