Exodus 8:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ તે દિવસે હું મારા ઇઝરાયલી લોકોને સંભાળી લઈશ. જે ગોશેન પ્રાંતમાં તેઓ વસે છે ત્યાં માખીનું નામનિશાન હશે નહિ, એટલે તને ખાતરી થશે કે સમગ્ર પૃથ્વીમાં હું એકલો જ યહોવા છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તે દિવસે મારા લોકો રહે છે તે ગોશેન પ્રાંતને હું એવી રીતે અલગ રાખીશ કે જેથી માખીઓનાં ટોળાં ત્યાં જશે નહિ. તમને ખબર પડશે કે દેશમાં આ કાર્યો કરનાર હું પ્રભુ છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે દિવસે ગોશેન દેશ કે જેમાં મારા લોક રહે છે, તેને હું એવી રીતે અલાહિદો રાખીશ કે તેમાં માખીઓનાં ટોળાં આવે નહિ; એ માટે તું જાણે કે પૃથ્વી મધ્યે હું યહોવા છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ તે દિવસે હું ઇસ્રાએલના લોકો સાથે આવો વ્યવહાર કરીશ નહિ, અને ગોશેન પ્રાંતમાં જયાં માંરા લોકો વસે છે ત્યાં કોઈ માંખી હશે નહિ, એટલે તને ખબર પડશે કે હું યહોવા આ દેશમાં છું.