Exodus 8:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહે મૂસાને કહ્યું, "હારુનને કહે કે, તે પોતાના હાથની લાકડીને નહેરો, નદીઓ અને સરોવરો તરફ ઊંચી કરે. જેથી મિસર દેશ પર દેડકાંઓ ચઢી આવે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી પ્રભુએ મોશેને કહ્યું, “આરોનને કહે, ‘તારા હાથમાં લાકડી લઈને તેને નદીઓ, નહેરો અને જળાશયો ઉપર લંબાવીને ઇજિપ્ત દેશ પર દેડકાં લાવ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તારી લાકડી લઈને તારો હાથ નદીઓ ઉપર તથા નાળાં ઉપર તથા તળાવો ઉપર લાંબો કરીને મિસર દેશ ઉપર દેડકાં લાવ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તે પોતાના હાથની લાકડીને નહેરો, નદીઓ અને સરોવરો ઉપર ફેલાવે, જેથી મિસર દેશ પર દેડકાંઓ ચઢી આવે.”