Exodus 9:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એટલે મૂસા અને હારુને ભઠ્ઠીમાંથી રાખ લીધી. પછી ફારુનની આગળ ઊભા રહીને મૂસાએ આકાશ તરફ રાખ ઉડાડી. તેના ફેલાવાથી માણસોને અને જાનવરોને ગૂમડાં થયાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેમણે ભઠ્ઠીમાંથી રાખ લીધી અને ફેરો સમક્ષ જઈ ઊભા રહ્યા. પછી મોશેએ તે આકાશ તરફ ઉડાડી અને તેનાથી માણસોને તથા પશુઓને ગૂમડાં થયાં અને તે ફૂટીને તેનાં ઘારાં બન્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ ભઠ્ઠીની રાખ લઈને ફારુનની આગળ ઊભા રહ્યા. અને મૂસાએ તે આકાશ તરફ ઉડાડી; અને માણસોને તથા પશુઓને ગૂમડાંરૂપે તે ફૂટી નીકળી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે મૂસા અને હારુને ભઠ્ઠીમાંથી રાખ લીધી. પછી ફારુનની આગળ ઊભા રહીને મૂસાએ આકાશ તરફ રાખ ફેંકી એટલે માંણસોને અને ઢોરોને ગૂમડાં થયાં, અને તે ફાટીને ધારાં પડી ગયાં.