Exodus 9:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેને લીધે મિસરના ખેતરોમાંની તમામ વનસ્પતિ અને પાકનો નાશ થઈ ગયો. અને કરાના કારણે આખા મિસર દેશમાં જે માણસો, જાનવરો, તથા ખેતરોમાં જે કાંઈ હતું તે બધાનો નાશ થયો. કરાએ ખેતરોમાંના દરેક છોડને તેમ જ ઝાડને નષ્ટ કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આખા ઇજિપ્તમાં જે માણસો તથા પશુઓ ખેતરમાં હતા તે બધાં કરાથી માર્યા ગયા. કરાથી ખેતરમાંની બધી વનસ્પતિનો નાશ થયો તથા ખેતરમાંનાં બધાં વૃક્ષ ભાંગી ગયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને આખા મિસર દેશમાં જે સર્વ માણસો તથા પશુઓ ખેતરોમાં હતાં તેઓ કરાથી માર્યા ગયાં. અને કરાએ ખેતરોમાંની સર્વ વનસ્પતિનો નાશ કર્યો, તથા ખેતરોમાંનાં સર્વ ઝાડ ભાંગી નાખ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તોફાનને કારણે મિસરના ખેતરોમાં જે કાંઈ હતું તે બધાનો નાશ થઈ ગયો. કરાના કારણે આખા મિસર દેશમાં માંણસો, પશુઓ, તથા જે કાંઈ ખેતરમાં હતુ તે બધુ કરાના માંરથી નાશ પામ્યું. કરાએ ખેતરમાંના એકેએક છોડને તેમ જ એકેએક ઝાડને ભોંયભેગાં કરી દીઘાં.