Ezekiel 1:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ પશુઓનો દેખાવ અગ્નિના બળતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. પશુઓ વચ્ચે ચળકતો અગ્નિ ચઢઊતર કરતો હતો, તેમાંથી વીજળીના ચમકારા થતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ જીવંત પ્રાણીઓની વચ્ચે ધગધગતા અંગારા કે ભભૂક્તી મશાલ જેવું કશુંક દેખાતું હતું. અગ્નિ ઝબૂક્તો હતો અને તેમાંથી વીજળીના ચમકારા થતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ પ્રાણીઓનો દેખાવ અગ્નિના વળતા અંગારા જેવો તથા મશાલોની જોત જેવો હતો. તે [ચળકાટ] તે પ્રાણીઓની વચ્ચે ચઢઊતર કરતો હતો. તે અગ્નિ ચળકતો હતો, ને તેમાંથી વીજળી નીકળતી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ પ્રાણીઓનો દેખાવ ચળકતા કોલસા જેવો તથા તેજસ્વી મશાલ જેવો હતો. અને પ્રાણીઓ વચ્ચે અગ્નિનું હલનચલન ઉપર નીચે થતું હતું. તે અતિશય તેજસ્વી અગ્નિ હતો અને તેમાંથી વીજળીના ચમકારા થતા હતા.