Ezekiel 1:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ પૈડાંઓનો રંગ પીરોજના રંગ જેવો હતો. તથા તેઓનો આકાર એક સરખો હતો: ચારે એક સરખાં હતાં; એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ પૈડાંનો દેખાવ અને રચના આવાં હતાં: તેઓ પોખરાજ રત્નની જેમ ચમક્તાં હતાં: એ ચારે પૈડાં એક જ ઘાટનાં હતાં, અને એક પૈડાની વચ્ચે બીજું પૈડું ક્ટખૂણે ગોઠવ્યું હોય એવું લાગતું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ પૈડાંનો તથા તેમની રચનાનો દેખાવ પીરોજના રંગ જેવો હતો, અને એ ચારે એક જ ઘાટનાં હતાં; એક પૈડાની વચ્ચે બીજું પૈડું હોય એવો તેમનો દેખાવ ને તેમની રચના હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પૈડાઓ પીરોજની જેમ ચળકતાં હતાં અને બધાં એક સરખા હતા; અને એક પૈડાની અંદર બીજુ પૈડું હોય તેવું દેખાતું હતું.