Ezekiel 1:21 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે પશુઓ ચાલતાં ત્યારે પૈડાં પણ ચાલતાં, તેઓ ઊભાં રહેતાં ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં; પશુઓ પૃથ્વી પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે જતાં હતાં કેમ કે, પશુઓનો આત્મા પૈડામાં હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડાં પણ ચાલતાં, જ્યારે પ્રાણીઓ થોભતાં ત્યારે પૈડાં પણ થોભતાં, જ્યારે પ્રાણીઓ ભૂમિ પરથી ઊંચે ચડતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે ચડતાં; કારણ, એ પૈડાંમાં પણ પ્રાણીઓનો આત્મા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ ચાલતાં ત્યારે એ પણ ચાલતાં, તેઓ થોભતાં, ત્યારે એ પણ થોભતાં. તેઓ પૃથ્વી પરથી ઊંચા ચઢતાં ત્યારે પૈડાં પણ તેમની સાથે સાથે ઊંચાં ચઢતાં, કેમ કે એ પ્રાણીનો આત્મા પૈડાંમાં હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે પ્રાણીઓ ચાલતાં ત્યારે પૈડા ચાલતાં, પ્રાણીઓ ઉભા રહેતાં ત્યારે પૈડાં ઊભા રહેતા અને પ્રાણીઓ જમીન પરથી ઊંચે જતાં ત્યારે પૈડાં પણ ઊંચે જતા હતાં કારણ, પૈડાઓ ઉપર પ્રાણીઓનું નિયંત્રણ હતું.