Ezekiel 10:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે કરુબો ઊભા રહેતા ત્યારે પણ પૈડાં ઊભાં રહેતાં, જ્યારે તેઓ ઊંચે ચઢતા ત્યારે પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પૈડામાં પશુઓનો આત્મા હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કરુબો ઊભા રહેતા ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં, અને કરુબો ઊંચે ઊડતા ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે ઊડતાં, કારણ, એ પૈડાંમાં પણ કરુબોનો આત્મા હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ ઊભા રહેતા ત્યારે એ પણ ઊભાં રહેતાં; અને તેઓ ઊંચે ચઢતા, ત્યારે તેઓ પણ તેમની સાથે ઊંચે ચઢતાં, કેમ કે તેઓમાં પ્રાણીનો આત્મા હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તેઓ ઊડવા માટે પાંખો ફેલાવતા ત્યારે પણ પૈડાં તેમની સાથેને સાથે જ રહેતાં. તેઓ અટકતા ત્યારે પૈડાં પણ અટકી જતાં અને જ્યારે તેઓ ઊડતાં ત્યારે પૈડાં તેમની સાથે જ રહેતાં, કારણ, પૈડાં ઉપર તેમનું નિયંત્રણ હતું.