Ezekiel 10:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કરુબોએ પોતાની પાંખો પ્રસારીને તેઓ તથા તેઓની સાથેનાં પૈડાં મારા દેખતાં પૃથ્વી પરથી ઊંચે ચઢીને બહાર નીકળી આવ્યાં. તેઓ સભાસ્થાનના પૂર્વ તરફના દરવાજા આગળ ઊભાં રહ્યાં. તેઓના ઉપર ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું જોઇ રહ્યો હતો તેવામાં કરુબો પોતાની પાંખો પ્રસારીને જમીનથી ઊંચે ચઢયાં અને પૈડાં પણ તેમની સાથે જમીનથી ઊંચે ઊંચક્યા. તેઓ પ્રભુના મંદિરના પૂર્વ તરફના દરવાજાના પ્રવેશદ્વાર પાસે થંભ્યા અને તેમના ઉપર ઇઝરાયલના પ્રભુનું ગૌરવ બિરાજેલું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કરુબોએ પોતાની પાંખો ફેલાવી, ને તેઓ તથા તેમની બાજુ પરનાં પૈડાં મારાં દેખતાં પૃથ્વી પરથી ઊંચા ચઢીને બહાર આવ્યાં; અને તેઓ યહોવાના મંદિરના પૂર્વ તરફના દરવાજાના બારણા આગળ ઊભાં રહ્યાં. તેઓના ઉપર ઊંચે ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કરૂબો પાંખો પ્રસારીને જમીનથી અધ્ધર થઇ ગયા અને પૈડાંને પણ તેમની સાથે- સાથે અધ્દર થતાં મેં જોયાં. મંદિરના પૂર્વ દરવાજા આગળ તેઓ થોભ્યા. તેમના ઉપર યહોવાનું ગૌરવ છવાયેલું હતું.