Ezekiel 10:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી યહોવાહે શણનાં વસ્ત્ર પહેરેલા માણસ સાથે વાત કરીને કહ્યું, "કરુબની નીચેનાં પૈડાંઓ વચ્ચે જા, કરુબો વચ્ચેથી તારા બે હાથને સળગતા કોલસાથી ભર અને તેઓને નગર પર નાખ." ત્યારે મારા દેખતાં તે માણસ અંદર ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વરે અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરુબો નીચેનાં ફરતાં પૈડાંઓની વચમાં જા અને તેમાંથી ખોબો ભરીને સળગતા અંગારા લે અને તેમને નગર પર વેરી દે. મારા દેખતાં તે અંદર ગયો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે શણના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “ફર્યા કરતાં પૈડાની વચમાં, એટલે કરુબ નીચે, પેસ, ને કરુબોની વચ્ચેથી ખોબો ભરીને અગ્નિના અંગારા લે, ને તેને નગર પર નાખ.” અને મારા દેખતાં તે અંદર પ્રવેશ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દેવે સુતરાઉ રેસાના વસ્ત્ર પહેરેલા માણસને કહ્યું, “કરૂબ દેવદૂતોની નીચેનાં પૈડાઓ વચ્ચે જા અને બળતા કોલસામાંથી મુઠ્ઠી ભરી યરૂશાલેમ શહેર પર નાખ.” અને મેં જોયું કે એ અંદર પ્રવેશ્યો.