Ezekiel 10:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કરુબો વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબો વચ્ચેના અગ્નિ તરફ લંબાવીને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના હાથમાં મૂક્યો. તે લઈને તે બહાર ચાલ્યો ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને એક કરુબે કરુબો વચ્ચેના અગ્નિ તરફ હાથ લંબાવ્યો અને તેમાંથી થોડા અંગારા લઇને અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા માણસના ખોબામાં મૂક્યા. તે માણસ તે અંગારા લઇને બહાર નીકળ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કરુબોની વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબોની વચમાંના અગ્નિ તરફ લંબાવીને તેમાંથી કેટલોક અગ્નિ લઈને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના ખોબામાં મૂક્યો, ને એ તે લઈને બહાર નીકળ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને કરૂબોમાંના એકે હાથ લંબાવી તેમની વચ્ચેના અંગારામાંથી થોડા લઇ શણના વસ્ત્ર પહેરેલા માણસને આપ્યા. તે લઇને તે બહાર ચાલ્યો ગયો.