Ezekiel 11:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હે મનુષ્યપુત્ર, તારા ભાઈઓને એટલે તારા ભાઈઓને, તારા કુળના માણસોને તથા સર્વ ઇઝરાયલી લોકોને યરુશાલેમના રહેવાસીઓએ કહ્યું છે કે, તેઓને યહોવાહથી દૂર કાઢવામાં આવ્યા છે; આ દેશ તો અમને અમારી મિલકત તરીકે સોંપવામાં આવ્યો છે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે મનુષ્યપુત્ર, યરુશાલેમમાં અત્યારે રહેનારા લોકો તારા સર્વ જાતભાઇઓ વિષે અને દેશનિકાલ થયેલા તારા સર્વ સાથી ઇઝરાયલીઓ વિશે એમ કહે છે કે, ‘તમે તો પ્રભુથી બહુ દૂર કાઢી મૂક્યા છો. આ દેશ તો હવે અમને જ અમારી મિલક્ત તરીકે આપી દેવામાં આવ્યો છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હે મનુષ્યપુત્ર, તારા ભાઈઓને, એટલે તારાં સગાંવહાલાંને, તથા તમામ ઇઝરાયલ લોકોને યરુશાલેમના રહેવાસીઓએ કહ્યું છે, ‘યહોવાથી દૂર જાઓ. આ દેશ તો તમને વતન તરીકે આપવામાં આવ્યો છે.’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મનુષ્યના પુત્ર, યરૂશાલેમમાં અત્યારે જે લોકો રહે છે તે લોકો તારા વિષે અને દેશવટો ભોગવતા તારા બધા ઇસ્રાએલી જાતભાઇઓ વિષે એમ કહે છે કે, ‘એ લોકોને તો યહોવાથી દૂર કાઢવામાં આવ્યા છે; દેશ તો અમને સોંપી દેવામાં આવ્યો છે; એ અમારી મિલકત છે.’